જેવું મનુષ્ય વિચારે છે
જેમ્સ એલેન દ્વારા,પ્રસ્તાવના#
આ નાનકડું ગ્રંથ (જે ધ્યાન અને અનુભવનું પરિણામ છે) વિચારોની શક્તિ વિષય પર ઘણી વાર લખાયેલ વ્યાપક ગ્રંથ તરીકે નહિ, પરંતુ એક સૂચક રૂપે રજૂ કરવામાં આવી છે. સમજાવટ કરતાં વધુ, તેનું મુખ્ય ધ્યેય પુરુષો અને સ્ત્રીઓને એ સત્યની શોધ અને અનુભૂતિ તરફ પ્રેરિત કરવાનું છે કે
"તેઓ પોતે જ પોતાના સર્જક છે."
તેમના વિચારોની બદોલત, જેમને તેમણે પસંદ કરી ને વધાર્યા છે; સ્વભાવરૂપ આંતરિક વસ્ત્ર અને પરિસ્થિતિરૂપ બાહ્ય વસ્ત્રનો કુશળ વણકર મન જ છે. અને જેમ અત્યાર સુધી ક્લેશ અને અજ્ઞાનતાના કારણે મનએ દુઃખ-દર્દ જ વણ્યું છે, તેમ હવે એ જ મન દ્વારા જ્ઞાનોદય અને સુખ-શાંતિનું વણતર કરી શકાય છે.
વિચાર અને ચરિત્ર#
"મનુષ્ય જેવું પોતાના હૃદયમાં વિચારે છે, એવો જ તે બને છે" — આ ઉક્તિ માત્ર મનુષ્યના સમગ્ર અસ્તિત્વને આવરી લેતી નથી, પરંતુ તેના જીવનની દરેક પરિસ્થિતિ અને સ્થિતિને સ્પર્શે છે. માણસ ખરેખર જેવું વિચારે છે,એવો જ બને છે; કારણ કે તેનો પાત્ર સ્વભાવ એ તેના બધા વિચારોનું પૂર્ણ ફળ છે.
જેમ છોડ બીજમાંથી ઊગે છે અને બીજ વિના ઊગી શકતો નથી, એ જ રીતે માણસનો દરેક કર્મ વિચારના અદૃશ્ય બીજમાંથી ઉપજે છે અને તે વગર પ્રગટ થઈ શકે નહીં. આ વાત "આકસ્મિક" અને "આયોજિત" કહેવાતા કાર્યો પર જેટલી લાગુ પડે છે એટલી જ વિચારપૂર્વક, ઇરાદાપૂર્વક કરવામાં આવતાં કાર્યો પર પણ લાગુ પડે છે.
કર્મ વિચારનું પુષ્પ છે, અને આનંદ તથા દુઃખ તેના ફળ છે; આ રીતે માણસ પોતાની ખેતીમાંથી મીઠાં કે કડવાં ફળ ઉપજાવે છે.
"મનમાં રહેલા વિચારો જ આપણને ઘડે છે — જેમ આપણે છીએ. વિચારો વડે જ આ રચાયું અને બન્યું છે. જો કોઈના મનમાં દુષ્ટ વિચારો હોય, તો દુઃખ તેનો પીછો એ રીતે કરે જેમ બળદના પાછળ આવતું ચક્ર....
..અને જો કોઈ વિચાર-શુદ્ધિમાં સ્થિર રહે, તો આનંદ તેની છાયા જેવો નિશ્ચિત રીતે તેની પાછળ ચાલતો આવે."
માણસ કાયદા મુજબ વિકસે છે; કૃત્રિમ કળાથી બનાવેલો નથી. અને કારણ–પરિણામનો નિયમ વિચારના અદૃશ્ય ક્ષેત્રમાં એટલો જ અવિચલ અને અચૂક છે જેટલો દેખાતા ભૌતિક વિશ્વમાં. ઉન્નત અને દેવત્વસભર ચરિત્ર કૃપા કે સંયોગની વસ્તુ નથી, પરંતુ યોગ્ય વિચારોમાં સતત પ્રયત્નનું સ્વાભાવિક પરિણામ છે. એ જ પ્રક્રિયા દ્વારા નીચ અને પશુસમાન ચરિત્ર નીચસ્તરીય વિચારોને સતત આશ્રય આપવાથી ઉપજે છે.
માણસ પોતે જ પોતાને બનાવે છે કે બગાડે છે; વિચારના શસ્ત્રાગારમાં તે એવા હથિયારો ઘડે છે જેના વડે તે પોતાનો જ નાશ કરે છે; અને એ સાધનો પણ ઘડે છે જેના વડે તે આનંદ, શક્તિ અને શાંતિનાં સ્વર્ગમંદિરો રચે છે. વિચારોની યોગ્ય પસંદગી અને ખરા ઉપયોગથી માણસ દૈવી પરિપૂર્ણતા સુધી ઉન્નત થાય છે; જ્યારે વિચારોનો દુરૂપયોગ અને કુવિચારોથી તે પશુ કરતાં પણ નીચો ઊતરે છે. આ બે અતિરેક વચ્ચે ચરિત્રનાં બધા ધોરણો આવે છે, અને તેમનો રચયિતા તથા સ્વામી માણસ જ છે.
આ યુગમાં આત્મા સંબંધિત જેટલાં સુંદર સત્ય ફરી ઉજાગર થયા છે, તેમાં સૌથી હર્ષદાયક અને દૈવી વચનોથી સમૃદ્ધ સત્ય આ છે કે માણસ વિચારનો સ્વામી, ચરિત્રનો ઘડવૈયો, અને પરિસ્થિતિ, પર્યાવરણ અને ભાગ્યનો નિર્માતા તથા ઘડનાર છે.
શક્તિ, બુદ્ધિ અને પ્રેમથી યુક્ત સત્તાસ્વરૂપ તરીકે, અને પોતાના વિચારોનો સ્વામી તરીકે, માણસ દરેક પરિસ્થિતિની કુંજી પોતાના હાથમાં રાખે છે, અને પોતાની અંદર જ એવો રૂપાંતરક અને પુનર્જીવિત કરનાર તત્વ ધરાવે છે જેના દ્વારા તે પોતે જે બનવા ઇચ્છે તે बनी શકે છે.
માણસ હંમેશા સ્વામી છે, તેની નબળી અને પતિત હાલતમાં પણ; પરંતુ નબળાઈ અને પતનમાં તે એવો મૂર્ખ સ્વામી બને છે જે પોતાના "ઘર"નું ખોટી રીતે શાસન કરે છે. જ્યારે તે પોતાની સ્થિતિ પર વિચારવા લાગે છે અને તેના અસ્તિત્વ જે નિયમ પર સ્થાપિત છે તે શોધવા તલ્લીન થાય છે, ત્યારે તે બુદ્ધિશાળી સ્વામી બને છે. પોતાની શક્તિઓને બુદ્ધિપૂર્વક દિશા આપે છે, અને પોતાના વિચારોને ફળદાયી પરિણામો માટે ઘડે છે. આ જ છે જાગૃતસ્વામી; અને માણસ માત્ર ત્યારે જ એવો બની શકે જ્યારે તે પોતાના અંદરવિચારના નિયમો શોધે જે સંપૂર્ણ રીતે અભ્યાસ, આત્મ-વિશ્લેષણ અને અનુભવનો વિષય છે.
જેમ બહુ શોધખોળ અને ખાણકામથી જ સોનું-હીરા મળે છે, તેમ માણસ પોતાના સંબંધના દરેક સત્યને મેળવી શકે છે જો તે પોતાની આત્માની ખાણમાં ઊંડે ઊતરે; અને કે તે પોતાના ચરિત્રનો નિર્માતા, પોતાના જીવનનો ઘડવૈયો, અને પોતાના ભાગ્યનો નિર્માતા છે. આ વાત તે નિર્વિવાદ રીતે સાબિત કરી શકે છે, જો તે પોતાના વિચારોને નિરીક્ષણ કરે, નિયંત્રિત કરે અને બદલે; અને તેમના પ્રભાવો પોતાના પર, અન્યો પર અને પોતાના જીવન તથા પરિસ્થિતિ પર કેવી રીતે પડે છે તે શોધે; ધીરજભર્યા અભ્યાસ અને તપાસ દ્વારા કારણ-પરિણામને જોડે; અને પોતાના દરેક અનુભવને, એટલું જ નહીં દૈનિક સામાન્ય ઘટનાને પણ, આત્મજ્ઞાન (જે સમજ, બુદ્ધિ, શક્તિ છે) મેળવવાનો સાધન બનાવે. આ દિશામાં, અને બીજી કોઈમાં નહિ, આ નિયમ અચૂક છે: "જે શોધે છે તે મેળવે છે; અને જે ખખડાવે છે તેનું દ્વાર ખૂલે છે" — કારણ કે ધીરજ, અભ્યાસ અને અવિરત અથાગ પ્રયત્નથી જ માણસ જ્ઞાન-મંદિરના દ્વારમાં પ્રવેશી શકે છે.
વિચારોનો પરિસ્થિતિઓ પર પ્રભાવ#
માણસનું મન બગીચા જેવું છે, તેને સમજદારીપૂર્વક ખેતી કરવામાં આવે અથવા પછી તેને જંગલી રીતે છોડવામાં આવે, પણ તે બગીચો ફળ આપશે જ. જો તેમાં ઉપયોગી બીજ નાંખવામાં નાંખવામાં ન આવે તો, નિષ્ફળ અને નિષ્કાર્ય જંગલી ઘાસનાં બીજ પડી જશેપડી જશે અને એ પોતાની જાતને જ ઉગતા રહેશે.
જેમ માળી પોતાના બગીચાને નિંદામણથી સ્વચ્છ રાખે છે અને ઇચ્છિત ફૂલ-ફળ ઉગાડે છે, તેમ માણસ પોતાના મન-બગીચાની દેખભાળ કરી શકે છે. તે ખોટા, બિનજરૂરી અને અશુદ્ધ વિચારો દૂર કરી શકે છે, અને સારા, ઉપયોગી અને શુદ્ધ વિચારો ઉછેરી શકે છે. આમ કરતાં માણસ ધીમે ધીમે સમજવા લાગે છે કે તે પોતાનું જીવન ચલાવનારો છે, પોતાની દિશા નક્કી કરનારો છે. તે પોતાના અંદર વિચારોના નિયમોને ઓળખે છે અને વધારે સ્પષ્ટ રીતે સમજે છે કે કેવી રીતે વિચારો અને મનના તત્વો તેના સ્વભાવ, પરિસ્થિતિ અને ભાગ્યને આકાર આપે છે.
વિચાર અને સ્વભાવ એક જ છે. સ્વભાવ બહારની પરિસ્થિતિઓમાં જ દેખાય છે. એટલે માણસના જીવનની બહારની પરિસ્થિતિઓ હંમેશા તેના અંદરના હાલત સાથે જોડાયેલી હોય છે. એનો અર્થ એ નથી કે માણસની હાલની પરિસ્થિતિ તેની સમગ્ર જીવનનો સ્વભાવ બતાવે છે, પરંતુ તે પરિસ્થિતિઓ તેના અંદરના કોઈ ખાસ વિચાર સાથે એટલી ગાઢ રીતે જોડાયેલી હોય છે કે તે સમયે તેના વિકાસ માટે અનિવાર્ય હોય છે.
દરેક માણસ ત્યાં જ છે જ્યાં તે પોતાના સ્વભાવના નિયમ પ્રમાણે હોવો જોઈએ; જેને વિચારોને તેણે પોતાના ચરિત્રમાં બાંધ્યા છે, તે જ તેને ત્યાં લાવ્યા છે; અને તેના જીવનની રચનામાં કોઈ સંજોગ નથી — બધું એક એવા કાયદાનું પરિણામ છે જે ક્યારેય ભૂલ કરતો નથી. આ વાત એટલી જ સાચી છે તેમના માટે જે પોતાના પર્યાવરણથી "બેસૂર" અનુભવે છે જેટલી તેમના માટે જે તેમાં સંતોષ અનુભવતા હોય છે.
માણસ એક વિકસતો જીવ છે, તેથી તે ત્યાં છે જેથી તે શીખી શકે અને વધે; અને જ્યારે તે કોઈ પરિસ્થિતિમાં રહેલો આધ્યાત્મિક પાઠ શીખી લે છે, ત્યારે એ પરિસ્થિતિ દૂર થઈને નવી પરિસ્થિતિને જગ્યા આપે છે.
જ્યાં સુધી માણસ પોતાને બહારની પરિસ્થિતિઓનું પેદાશ માને છે, ત્યાં સુધી તે પરિસ્થિતિઓથી અથડાતો રહે છે; પરંતુ જ્યારે તે સમજે છે કે તે એક સર્જનાત્મક શક્તિ છે, અને પોતાના અસ્તિત્વની અંદરની માટી અને બીજ પર નિયંત્રણ મેળવી શકે છે જ્યાંથી પરિસ્થિતિઓ ઊગી આવે છે, ત્યારે તે પોતાનો સાચો સ્વામી બની જાય છે.
પરિસ્થિતિ વિચારમાંથી જ ઊભી થાય છે — આ વાત દરેક માણસ જાણે છે જેણે થોડો સમય પણ આત્મ-સંયમ અને આત્મ-શુદ્ધિનો અભ્યાસ કર્યો હોય; કેમ કે તેણે નોંધ્યું હશે કે તેની પરિસ્થિતિમાં ફેરફાર એની માનસીક સ્થિતિના ફેરફારો સાથે સીધા સંબંધિત છે. જેવો તે પોતાના ચરિત્રના દોષોને દૂર કરવા પ્રયત્ન કરે છે અને ઝડપી પ્રગતિ કરે છે તેવો તે અનેક બદલાવમાંથી પસાર થાય છે.
આત્મા તે જ આકર્ષે છે જે તેને અંદરથી પોષે છે — જે તેને ગમે છે અને જેનો તેને ડર છે; તે પોતાની પ્રિય આકાંક્ષાઓની ઊંચાઈએ પહોંચે છે; અને પોતાની અશુદ્ધ ઇચ્છાઓના સ્તરે પટકે છે — અને પરિસ્થિતિઓ એ જ સાધન છે જેના દ્વારા આત્માને પોતાનું જ મળે છે.
મનમાં વાવેલ અથવા પડવા દીધેલ દરેક વિચાર-બીજ, જો જડ પકડી લે, તો પોતાનું જ સ્વરૂપ આપે છે; ક્યારેક વહેલું, ક્યારેક મોડું, પણ અંતે ક્રિયામાં ફૂલે છે અને અવસર અને પરિસ્થિતિઓનું ફળ આપે છે. સારા વિચારો સારા ફળ આપે છે; ખરાબ વિચારો ખરાબ ફળ આપે છે.
બાહ્ય પરિસ્થિતિઓનો વિશ્વ આંતરિક વિચાર-વિશ્વ મુજબ બને છે; અને સુખદ-દુઃખદ બંને પરિસ્થિતિઓ વ્યક્તિના અંતિમ હિત માટે જ કામ કરે છે. પોતાની જ પાક નો કાપનાર બની, માણસ દુઃખ અને આનંદ બન્નેમાંથી શીખે છે.
આંતરિક ઇચ્છા, આકાંક્ષા અને વિચારોને અનુસરતા — ચાહે તે અશુદ્ધ કલ્પનાઓની ચમકતી મૃગજળનો પીછો કરે કે દૃઢ અને ઊંચા પ્રયત્નના માર્ગ પર અડગ ચાલે — માનવી અંતે તે જ પરિણામ અને સિદ્ધિ સુધી પહોંચે છે, જે તેના બહારના જીવનમાં દેખાય છે. વૃદ્ધિ અને સંતુલનના નિયમો સર્વત્ર લાગુ પડે છે.
માણસ અનાથાલય કે જેલમાં ભાગ્યના જોરથી નથી પહોંચતો, પરંતુ નીચા વિચારો અને નીચ ઇચ્છાઓના માર્ગે પહોંચે છે. શુદ્ધ મનનો માણસ બહારના દબાણથી અચાનક ગુનામાં નથી પટકાતો; ગુનેગાર વિચારો હૃદયમાં લાંબા સમયથી ગુપ્ત રીતે ઉછેરાયા હોય છે અને અવસર આવે ત્યારે તેમની શક્તિ પ્રગટ થાય છે. પરિસ્થિતિ માણસને બનાવતી નથી — તે ફક્ત તેને પોતાના વિશે જણાવી દે છે.
માણસ જે ઇચ્છે છે તે નથી આકર્ષતો — પણ જે છે તે જ આકર્ષે છે. તેની મનગમતી કલ્પનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ વારંવાર નિષ્ફળ જાય છે, પરંતુ તેના આંતરિક વિચારો અને ઇચ્છાઓ પોતાના જ આહારથી પોષાય છે — શુદ્ધ હોય કે અશુદ્ધ. "આપણી નિયતિને ઘડનારો" બહાર નથી — અપણે જ છીએ. માણસને માણસ જ બાંધે છે. વિચાર અને ક્રિયા ભાગ્યના રક્ષક છે — નીચ હશે તો બંધન આપશે; ઉદાર હશે તો મુક્તિ. માણસને તે નથી મળતું જે તે ઇચ્છે અને પ્રાર્થના કરે છે, પણ તે જ જે તે ન્યાયપૂર્વક કમાય છે. તેની ઇચ્છાઓ અને પ્રાર્થનાઓ ત્યારે જ પૂર્ણ થાય છે જયારે તેના વિચારો અને કર્મ સાથે સુસંગત બને છે.
"પરિસ્થિતિઓ સામે લડવું" એટલે શું? — તેનો અર્થ એ છે કે માણસ બહારના પરિણામ સામે બળવો કરે છે, જ્યારે તેના હૃદયમાં તે જકારણ ને પોષે છે — ભલે તે જાગૃત દુર્ગુણ હોય કે અજાણ દુર્બળતા. એ કારણ તેની પ્રગતિને રોકે છે અને ઉપચાર માંગે છે.
લોકો પરિસ્થિતિ સુધારવા ઉત્સુક છે, પરંતુ પોતાને સુધારવા અણગમતા રહે છે — તેથી તેઓ બંધાયેલા જ રહે છે. જે આત્મ-બલિદાનથી ન ડરે તે પોતાના હૃદયના લક્ષ્યને અવશ્ય સિદ્ધ કરે છે — આ વાત આધ્યાત્મિક જેટલી જ સાંસારીક બાબતોમાં પણ સત્ય છે. અહીં સુધી કે જે માણસનું એકમાત્ર લક્ષ્ય સંપત્તિ એકત્ર કરવાનું છે તેને પણ તેના હેતુ સુધી પહોંચવા મોટા અંગત બલિદાનો કરવા તૈયાર રહેવું પડે છે — તો પછી જે માણસ મજબૂત અને સંતુલિત જીવન જીવવા માંગે છે તેના માટે તો કેટલી વધારે જરૂરી વાત છે!
અહીં એક માણસ છે જે અત્યંત ગરીબ છે. તેને પોતાની પરિસ્થિતિ અને ઘરનું સુખ-સગવડ સુધારવાની ઘણી ઇચ્છા છે, પરંતુ તે પોતાનું કામ ટાળે છે અને ઓછી પગારને બહાનું બનાવી પોતાના માલિકને છેતરવું યોગ્ય માને છે. એવો માણસ સાચી સમૃદ્ધિના મૂળભૂત સિદ્ધાંતો સમજતો જ નહિ. તે ફક્ત પોતાની ગરીબીમાંથી બહાર આવવા અયોગ્ય જ નથી, પણ આળસ, છેતરપીંડી અને અણપુરુષાર્થ વિચારો દ્વારા પોતાને વધુ ગરીબી તરફ ખેંચે છે.
અહીં એક ધનિક માણસ છે જે અતિભોજનના કારણે પીડાદાયક અને લાંબી બીમારીનો શિકાર થયો છે. તે બીમારી દૂર કરવા માટે મોટી રકમ ખર્ચવા તૈયાર છે, પણ પોતાની ખાદ્ય લાલચ છોડવા તૈયાર નથી. તેને અસ્વાભાવિક ભોજનનો સ્વાદ માણવો છે અને સાથે આરોગ્ય પણ જોઈએ છે. એવો માણસ આરોગ્ય માટે યોગ્ય નથી, કેમ કે તેણે સ્વસ્થ જીવનના નિયમો શીખ્યા જ નથી.
અહીં એક માલિક છે જે પોતાના કામદારોને યોગ્ય વેતન ચૂકવવાનું ટાળવા વાંકાચૂકા રસ્તા અપનાવે છે, અને વધારે નફો મેળવવા માટે કામદારોનું વેતન ઘટાડે છે. એવો માણસ સમૃદ્ધિ માટે લાયક નથી. જ્યારે તે પ્રતિષ્ઠા અને ધનમાં દિવાળિયું બને છે ત્યારે પરિસ્થિતિને દોષ આપે છે, પરંતુ એ નથી સમજતો કે તે પોતાની હાલતનો સ્વયં સર્જક છે.
આ ત્રણ ઉદાહરણો મેં ફક્ત એટલું બતાવવા માટે આપ્યા છે કે માણસ પોતાની પરિસ્થિતિનો સર્જક છે — ભલે તે અજાણ હોય. માણસ સારા અંત માટે પ્રયત્ન કરે છે, પણ એજ સમયે એવા વિચારો અને ઇચ્છાઓને પ્રોત્સાહિત કરે છે જે તે અંત સાથે સુમેળમાં જ નથી. આવા કિસ્સા અસંખ્ય હોઈ શકે, પરંતુ તે જરૂરી નથી, કારણ કે વાંચક પોતે પોતાના જીવનમાં વિચારના નિયમોને જોઈ શકે છે, જો તે મનમાં નક્કી કરે.
પરિસ્થિતિઓ ઘણી જટિલ છે, વિચારો ઊંડા છે અને સુખના માપદંડ દરેક માણસ માટે અલગ છે, એટલે માણસની આખી આત્મ-સ્થિતિને ફક્ત બહારના જીવનને જોઈને કોઈ બીજું ન્યાય કરી શકતું નથી. માણસ ક્યાંક ઈમાનદાર હોઈ શકે છે છતાં કષ્ટ ભોગવે; ક્યાંક બેઈમાન હોઈ શકે છતાં સંપત્તિ મેળવે. પરંતુ એવો નિર્ણય કરવો કે કોઈ માણસ પોતાની ઈમાનદારીથી નિષ્ફળ છે અને બીજો પોતાની બેઈમાનીથી સફળ છે — એ ખોટું છે. એક બેઈમાન માણસમાં પણ સારા ગુણ હોઈ શકે છે જે બીજામાં નથી, અને ઈમાનદાર માણસમાં પણ ખોટા ગુણ હોઈ શકે છે જે બીજામાં નથી. ઈમાનદાર માણસ પોતાની ઈમાનદારીના ફળ મેળવે છે, પણ પોતાના ખોટા વિચારોના દુઃખ પણ ભોગવે છે. બેઈમાન માણસ પણ પોતાના વિચારોનું સુખ-દુઃખ મેળવે છે.
માનવીય અહંકારને એવું માનવું ગમે છે કે વ્યક્તિ પોતાના ગુણને કારણે દુઃખ ભોગવે છે પરંતુ જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના મનમાંથી દરેક બીમાર, કડવા અને અશુદ્ધ વિચારને દૂર ન કરે અને આત્માને શુદ્ધ ન કરે, ત્યાં સુધી તે કહી જાહેર કરી શકે નહીં કે તેનું દુઃખ સદ્ગુણનું પરિણામ છે. જ્યારે તે સર્વોચ્ચ પૂર્ણતા સુધી પહોંચવાના આગળ વધે છે, ત્યારે તેને "મહાન નિયમ" સમજાય છે જે સંપૂર્ણ ન્યાયી છે, અને જે, તેથી, ખરાબને સારા માટે, સારાને ખરાબ આપી શકતો નથી. ત્યાર પછી તેને સમજાય છે કે જીવન હંમેશા યોગ્ય રીતે જ ગોઠવાયેલું હતું અને તેના બધા ભૂતકાળના અનુભવ, સારા કે ખરાબ — તેની પોતાની વિકાસશીલ આત્માના જ પરિણામ છે.
સારા વિચારો અને કર્મો ક્યારેય ખરાબ પરિણામ આપી શકતા નથી; ખરાબ વિચારો અને કર્મો ક્યારેય સારા પરિણામ આપી શકતા નથી. જેમ ઘઉંમાંથી ફક્ત ઘઉં જ મળે અને ભાંગમાંથી ફક્ત ભાંગ જ મળે, તેમ જ વિચારોનું ફળ મળે છે. કુદરતી જગતમાં આ નિયમને બધા સમજે છે, પરંતુ માનસિક અને નૈતિક જગતમાં થોડા જ લોકો સમજે છે.
દુઃખ હંમેશા કોઈ ખોટા વિચારનું પરિણામ છે. તે એનું નિશાન છે કે માણસ પોતાના અસ્તિત્વના નિયમ સાથે સુમેળમાં નથી. દુઃખનો હેતુ છે મનને શુદ્ધ કરવો, અશુદ્ધિને દહન કરવી. શુદ્ધ માણસ માટે દુઃખ સમાપ્ત થઈ જાય છે. જેમ શુદ્ધ સોનું ફરી દહન કરવાનું કોઈ અર્થ નથી, તેમ સંપૂર્ણ શુદ્ધ આત્મા દુઃખ ભોગવી શકતો નથી.
સુખ કે દુઃખવાળી પરિસ્થિતિઓ માણસના પોતાના વિચારોનું જ પરિણામ છે. સુખ સંપત્તિથી નહીં, પણ યોગ્ય વિચારોમાંથી આવે છે; દુઃખ ગરીબીથી નહીં, પણ ખોટા વિચારોમાંથી આવે છે. માણસ ધનિક હોવા છતાં શાપિત હોઈ શકે છે, અથવા ગરીબ હોવા છતાં આશીર્વાદિત હોઈ શકે છે. સંપત્તિ ત્યા જ સુખ આપે છે જ્યાં તે બુદ્ધિપૂર્વક વપરાય છે.
ગરીબી અને ભોગવિલાસ દુઃખના બે અતિરેક છે. બન્ને અપ્રકૃતિક છે અને માનસિક અવ્યવસ્થાના પરિણામ છે. માણસ ત્યારે જ સાચી રીતે સ્થિર થાય છે જ્યારે તે સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ બને — અને એ અંદર-બહારના સુમેળથી જ આવે છે.
માણસ ત્યારે જ સાચો માણસ બને છે જ્યારે તે ફરિયાદ કરવાનું છોડે છે અને પોતાના જીવનને નિયમિત કરનાર ન્યાય શોધવાનું શરૂ કરે છે. તે પોતાના મનને એ ન્યાય સાથે સુમેળમાં કરે છે, ત્યારે બીજાને દોષ આપવાનું બંધ કરે છે અને ઊંચા વિચારોમાં પોતાને ઘડે છે; પરિસ્થિતિઓ સામે લડવાનું બંધ કરે છે અને તેમને ઝડપી વિકાસના સાધન તરીકે વાપરે છે.
વિશ્વમાં અસ્તવ્યસ્તતા નહીં, પરંતુ નિયમ છે; અયોગ્યતા નહીં, પરંતુ ન્યાય છે; ભ્રષ્ટાચાર નહીં, પરંતુ સદાચાર જીવનને ચલાવે છે. માણસ ફક્ત પોતાને યોગ્ય બનાવે, તો સમગ્ર બ્રહ્માંડ તેને યોગ્ય લાગે છે. જ્યારે તે પોતાના વિચારો બદલાવે છે, ત્યારે વસ્તુઓ અને લોકો પણ તેની તરફ બદલાય છે.
આ સત્યનો પુરાવો દરેક માણસમાં છે. જો માણસ પોતાના વિચારોને મૂળથી બદલાવે, તો તે જોશે કે કેવી ઝડપથી તેની પરિસ્થિતિ બદલાય છે. વિચાર ગુપ્ત રાખી શકાતો નથી; તે ઝડપથી આદતમાં બદલે છે, અને આદત પરિસ્થિતિમાં. ખરાબ વિચારો ખરાબ આદતોમાં, અને પછી દુઃખદ પરિસ્થિતિમાં; સારા વિચારો સારી આદતોમાં, અને પછી સુખદ પરિસ્થિતિમાં.
કોઈપણ વિચારશ્રેણી, ભલે સારો કે ખરાબ, તેના પરિણામ આપ્યા વિના રહી શકતો નથી. માણસ સીધી પોતાની પરિસ્થિતિ પસંદ કરી શકતો નથી, પરંતુ તે પોતાના વિચારો પસંદ કરી શકે છે — અને તે વિચારો જ તેની પરિસ્થિતિ ઘડે છે.
કુદરત દરેક માણસને તે વિચારોનું ફળ આપે છે જેને તે સૌથી વધુ પોષે છે. તક હંમેશા આવે છે જે તેના વિચારોને બહાર લાવે છે — સારા કે ખરાબ.
જ્યારે માણસ પોતાના ખરાબ વિચારો છોડે છે, ત્યારે આખું જગત તેની મદદ માટે તૈયાર થાય છે. જ્યારે તે નબળા વિચારો દૂર કરે છે, ત્યારે નવી તકો જન્મે છે તેના મજબૂત સંકલ્પને મદદ કરવા માટે. જ્યારે તે સારા વિચારો પોષે છે, ત્યારે કોઈ કઠોર ભાગ્ય તેને દુઃખમાં બાંધી શકતું નથી. દુનિયા તમારું કૈલિડોસ્કોપ(અરીસાઓ) છે — જે સતત તમારા વિચારોને પ્રતિબિંબિત કરે છે.
"તમે જે બનવા માગો છો, તે જ બનશો; પરિસ્થિતિને દોષ આપીને સંતોષ ન માનો,
વિચારનો શરીર અને આરોગ્ય પર પ્રભાવ#
શરીર મનનો સેવક છે. તે મનની આજ્ઞા અનુસરે છે — ચાહે તે વિચારપૂર્વક હોય કે આપોઆપ વ્યક્ત થતા હોય. અશુદ્ધ, દુષિત વિચારોના પ્રભાવ હેઠળ શરીર ઝડપથી રોગ અને ક્ષયમાં ગરકાવ થાય છે; જ્યારે આનંદી અને સુંદર વિચારોના પ્રભાવ હેઠળ તે યુવાની અને સૌંદર્યથી ઝગમગે છે.
રોગ અને આરોગ્ય પણ પરિસ્થિતિની જેમ વિચારોમાં જ મૂળ ધરાવે છે. બીમાર વિચારો બીમાર શરીર દ્વારા પોતાને દર્શાવે છે. ડરવાના વિચારો માણસને એટલી જ ઝડપથી મારી શકે છે જેટલી ઝડપથી ગોળી મારી શકે — અને એ જ વિચારો ધીમા ગતિએ પણ હજારો લોકોને મારી રહ્યા છે. જે લોકો હંમેશા રોગના ડરામાં જીવે છે, એજ લોકો રોગ પકડે છે. ચિંતા આખા શરીરને નબળું કરી નાખે છે અને રોગ માટે ખૂલ્લું આમંત્રણ આપે છે; અશુદ્ધ વિચારો, ભલે શારીરિક રૂપે ન પણ વ્યક્ત થાય, તે પણ ટૂંક સમયમાં નર્વસ સિસ્ટમને હલાવી નાખે છે.
શક્તિશાળી, શુદ્ધ અને આનંદી વિચારો શરીરને તાકાત અને સૌંદર્યમાં બનાવે છે. શરીર એક સંવેદનશીલ અને ઢાળપાત્ર સાધન છે, જે તેના ઉપર છાપતા વિચારોને તરત જ પ્રતિસાદ આપે છે. વિચારવાની આદતો પોતાનાં પરિણામો — સારા કે ખરાબ — શરીર પર છોડી જ જાય છે.
જ્યાં સુધી માણસ અશુદ્ધ વિચારોને પોષે છે, ત્યાં સુધી તેનો લોહી અશુદ્ધ અને ઝેરી રહેશે. શુદ્ધ હૃદયમાંથી શુદ્ધ જીવન અને શુદ્ધ શરીર ઉત્પન્ન થાય છે. અશુદ્ધ મનમાંથી અશુદ્ધ જીવન અને બગડેલું શરીર ઉત્પન્ન થાય છે. વિચાર ક્રિયા, જીવન અને પ્રગટાવાનો(manifestation) સ્ત્રોત છે; જો સ્ત્રોત શુદ્ધ રાખશો તો બધું શુદ્ધ બની જશે.
ફક્ત ખોરાક બદલવાથી કોઈ ફાયદો નહીં થાય જો માણસ પોતાના વિચારો નહીં બદલે. જ્યારે માણસ પોતાના વિચારોને શુદ્ધ બનાવે છે, ત્યારે તેને અશુદ્ધ ખોરાકની ઇચ્છા રહેતી નથી.
શુદ્ધ વિચારો શુદ્ધ આદતો બનાવે છે. જે લોકો પોતાનું શરીર ધોતા નથી અને પોતાને સંત કહે છે, તે સંત નથી. જેણે પોતાના વિચારોને મજબૂત અને શુદ્ધ કર્યા છે, તેને દુર્ભાવવાળા સૂક્ષ્મજીવનો ચિંતા કરવાની જરૂર નથી.
જો શરીરનું રક્ષણ કરવું હોય તો મનનું રક્ષણ કરો. જો શરીરને પુનર્જીવિત કરવું હોય તો મનને સુંદર બનાવો. દ્વેષ, ઈર્ષા, નિરાશા, હતાશાના વિચારો શરીરના આરોગ્ય અને સૌંદર્યને છીનવી લે છે. ખીજેલો ચહેરો ક્યારેક અકસ્માતે નથી બનતો — તે ખીજેલા વિચારોનું પરિણામ છે. ચહેરાની ઝુર્રીઓ મૂર્ખામી, વાસના અને અહંકારથી ઉભી થાય છે.
મેં 96 વર્ષની એક સ્ત્રી જોઈ છે જેનો ચહેરો યુવતી જેવો તેજસ્વી અને નિર્દોષ લાગે છે. અને એક એવો પુરુષ પણ, જે મધ્યવયે પહોંચ્યો નથી, પરંતુ જેના ચહેરો બેઢંગો અને અપ્રિય લાગે છે. પહેલું મીઠા અને ખુશખુશાલ સ્વભાવનું પરિણામ છે; બીજું વાસના અને અસંતુષ્ટતાનું પરિણામ છે..
જેમ હવા અને સૂર્યપ્રકાશ વિના તમારું નિવાસ સુગંધિત અને સ્વસ્થ બની શકતું નથી, તેમ મનમાં આનંદ, સદ્દભાવના અને શાંતિના વિચારોને મુક્ત પ્રવેશ આપ્યા વિના મજબૂત શરીર અને પ્રસન્ન, આનંદી અથવા શાંત મુખમુદ્રા ઉપસી શકતી નથી.
વડીલોના ચહેરા પર કેટલીક ઝુર્રીઓ સહાનુભૂતિથી ઘડાય છે, કેટલીક પ્રબળ અને શુદ્ધ વિચારોથી, અને કેટલીક વાસનાથી ઊકરાયેલી હોય છે — આ ઓળખવું મુશ્કેલ નથી. જેમણે ધાર્મિક/ધર્મપૂર્વક જીવન જીવ્યું છે, તેમના માટે વૃદ્ધાવસ્થા શાંત, સુમેળભરી અને મધુર હોય છે — ડૂબતા સૂર્ય જેવી. મેં તાજેતરમાં એક તત્ત્વચિંતકને અંતિમ શય્યાએ જોયો. તે વર્ષોથી વૃદ્ધ હતો, પરંતુ મનથી નહીં. તેની જિંદગી જેમ મીઠી અને શાંત હતી એમ જ મીઠાશ અને શાંતિપૂર્ણ રીતે મૃત્યુ પામ્યો.
આનંદી વિચાર જેટલી રોગહર્તા કોઈ દવા નથી; દુઃખ અને શોકના અંધકાર દૂર કરવા માટે શુભેચ્છા જેવો સાંત્વનકારક બીજું નથી. સતત દુશ્મનાવટ, નિંદા, શંકા અને ઈર્ષામાં જીવવું એ પોતે બનાવેલા કેદખાનામાં રહેવા જેવું છે. પરંતુ બધાં વિષે સારું વિચારવું, બધાં સાથે આનંદથી રહેવું, અને બધાંમાં સારા ગુણ શોધતા શીખવું — આવા નિઃસ્વાર્થી વિચાર જ સ્વર્ગના દ્વાર છે. અને રોજદરોજ દરેક જીવ પ્રત્યે શાંતિના વિચારોમાં જીવવું એ પોતાના જીવનમાં અવિરત શાંતિ લાવે છે.
વિચાર અને હેતુ#
જ્યાં સુધી વિચારો હેતુ સાથે ન જોડાય ત્યાં સુધી કોઈ બુદ્ધિશાળી સિદ્ધિ શક્ય નથી. મોટા ભાગે લોકો પોતાના વિચારોની નૌકાને જીવનના સમુદ્ર પર એમ જ "તરવા" દે છે. હેતુવિહિનતા એક અવગુણ છે; અને જે તેને છોડવા તૈયાર નથી તે અનિવાર્યપણે આફત અને વિનાશને આમંત્રે છે.
જેઓના જીવનમાં કોઈ કેન્દ્રિય હેતુ નથી તેઓ નાના વિચારો, ભય, મુશ્કેલીઓ અને આત્મ-દયાના સરળ શિકાર બને છે. આ બધી દુર્બળતાના લક્ષણો છે, જે જાણપૂર્વક કરાયેલા પાપ જેટલી જ ખાતરીથી નિષ્ફળતા, દુઃખ અને નુકસાન તરફ લઈ જાય છે - કારણ કે દુર્બળતા શક્તિ-વિકાસશીલ વિશ્વમાં ટકી શકતી નથી.
માણસે પોતાના હૃદયમાં કોઈ યોગ્ય હેતુ નક્કી કરવો જોઈએ અને તેને પૂર્ણ કરવા પ્રયત્નશીલ થવું જોઈએ. આ હેતુને તેણે પોતાના વિચારોનું કેન્દ્ર બનાવવું જોઈએ. તે આધ્યાત્મિક આદર્શ હોઈ શકે છે અથવા ભૌતિક હેતુ — પરંતુ તે જે હોય, માણસે પોતાના વિચારોની શક્તિ તેના પર કેન્દ્રિત કરવી જોઈએ.
આ હેતુને પોતાની સર્વોચ્ચ ફરજ માનવી જોઈએ અને તેના સિદ્ધિ માટે પોતાને સમર્પિત કરવો જોઈએ. અને વિચારોને વ્યર્થ કલ્પનાઓ, લાલસાઓ અને સ્વપ્નોમાં ખોવાઈ જવા દેવા ન જોઈએ. આ જ આત્મ-નિયંત્રણ અને સાચી એકાગ્રતાનો રાજમાર્ગ છે. ભલે માણસ વારંવાર નિષ્ફળ જાય (જ્યાં સુધી તે પોતાની કમજોરીઓ પર વિજય મેળવે નહીં ત્યાં સુધી આવું બનશે), છતાં તેનીપ્રાપ્ત થયેલી ચરિત્રશક્તિ જ તેની સાચી સફળતાનો માપદંડ બનશે અને ભવિષ્યના વિજય માટે નવા પ્રારંભબિંદુનું સર્જન કરશે.
જે લોકો હજુ મહાન હેતુ સ્વીકારવા તૈયાર નથી, તેમણે પોતાના વિચારોને પોતાની ફરજના નિષ્ઠાપૂર્વકના પાલન પર કેન્દ્રિત કરવા જોઈએ, ભલે તેમનું કાર્ય નાનું કે તુચ્છ લાગે. ફક્ત આ રીતે વિચારોને એકત્ર અને કેન્દ્રિત કરી શકાય છે, દૃઢનિશ્ચય અને ઉર્જા વિકસાવી શકાય છે — અને એકવાર આ વિકસે પછી કંઈ અશક્ય રહેતું નથી. કે જે હાંસલ ન થાય।
સૌથી નબળું આત્મા પણ જો આ સત્યમાં વિશ્વાસ રાખે કે શક્તિ ફક્ત પ્રયત્ન અને અભ્યાસથી જ વિકસે છે, તો તે તરત જ પ્રયત્ન શરૂ કરશે. પ્રયત્ન ઉપર પ્રયત્ન, ધીરજ ઉપર ધીરજ અને શક્તિ ઉપર શક્તિ ઉમેરીને તે ક્યારેય વિકસતા રોકાશે નહીં અને અંતે દિવ્ય રીતે મજબૂત બનશે.
જેમ શરીરમાં નબળાઈ ધરાવતો મનુષ્ય સાવધ અને ધીર તાલીમથી બળવાન બની શકે છે, તેમ નબળા વિચારો ધરાવતો મનુષ્ય યોગ્ય ચિંતનના અભ્યાસથી વિચારોને શક્તિશાળી બનાવી શકે છે.
નિર્દેશ વિનાનું જીવન અને કમજોરી દૂર કરીને હેતુપૂર્વક વિચારવાનું શરૂ કરવું એ મજબૂત લોકોની શ્રેણીમાં પ્રવેશવાનું છે - જે નિષ્ફળતાને સિદ્ધિના માર્ગોમાંથી એક ગણે છે; જે પરિસ્થિતિઓને પોતાની સેવા માટે વાપરે છે; અને જે દૃઢ વિચાર કરે છે, નિર્ભયતાથી પ્રયત્ન કરે છે, અને કુશળતાપૂર્વક સફળ થાય છે.
એકવાર પોતાના હેતુનો વિચાર કરી લે, તો માણસે તેના સિદ્ધિ માટે માનસિક રીતે સીધો માર્ગ નક્કી કરવો જોઈએ — જમણે કે ડાબે ન જોવો જોઈએ. શંકા અને ભયને કડક રીતે દૂર રાખવા જોઈએ, કારણ કે તે સીધી લાઇનને તોડી નાખે છે અને પ્રયત્નોને નિષ્ફળ બનાવી દે છે. શંકા અને ભય ક્યારેય કશું સિદ્ધ કરી શક્યા નથી અને કરી પણ શકતા નથી. — શંકા અને ભય ઘૂસી જાય ત્યારે હેતુ, ઉર્જા અને કરવા જેવી શક્તિ આ બધું ખતમ થઈ જાય છે.
કરવાની ઈચ્છા એ જ્ઞાનમાંથી આવે છે કે આપણે કરી શકીએ છીએ. શંકા અને ભય જ્ઞાનના મહાન શત્રુઓ છે, અને જે તેમને પોષે છે તે પોતાને દરેક પગલે રોકે છે.
જે માણસે શંકા અને ભય પર વિજય મેળવ્યો છે તેણે નિષ્ફળતાને જીત્યું છે. તેના દરેક વિચારો શક્તિ સાથે જોડાયેલા હોય છે અને બધી મુશ્કેલીઓનો સામનો બહાદુરીથી કરે છે અને બુદ્ધિપૂર્વક પાર થાય છે. તેના હેતુઓ યોગ્ય સમયે વાવવામાં આવે છે અને ફૂલતા-ફળતા રહે છે, અને સમય પહેલા ધરા પર નથી ઢળતા.
હેતુ સાથે નિર્ભીકપણે જોડાયેલ વિચાર સર્જનાત્મક શક્તિ બની જાય છે, જે જાણે છે તે ડગમગતા વિચારો અને બદલતી સંવેદનાઓના પૂળા કરતાં ઊંચું અને બળવાન કંઈક બનવા તૈયાર છે; અને જે આકરે છે તે પોતાની માનસિક શક્તિનો જાગૃત અને બુદ્ધિશાળી ઉપયોગકર્તા બની જાય છે.
સિદ્ધિમાં વિચારનું મહત્વ#
માણસ જે કંઈ સિદ્ધ કરે છે અથવા કરવામાં નિષ્ફળ જાય છે તે તેના પોતાના વિચારોનું સીધું પરિણામ છે. એક ન્યાયપૂર્ણ વ્યવસ્થિત બ્રહ્માંડમાં, જ્યાં સંતુલન ગુમાવવું એટલે વિનાશ, ત્યાં વ્યક્તિગત જવાબદારી સંપૂર્ણ હોવી આવશ્યક છે. માણસની શક્તિ અને કમજોરી, શુદ્ધિ અને અશુદ્ધિ એ તેની પોતાની છે, બીજાની નહીં. તે પોતે જ ઉપજાવે છે અને ફક્ત પોતે જ તેને બદલી શકે છે, બીજો નહીં. તેની સ્થિતિ પણ પોતાની જ છે; તેનું દુઃખ અને તેનું સુખ અંદરથી જ ઉત્પન્ન થાય છે. જેમ તે વિચારે છે તેમ તે બને છે; અને જેમ તે સતત વિચારે છે તેમ તે રહે છે.
કોઈ શક્તિશાળી વ્યક્તિ નબળાને ત્યાં સુધી મદદ નહીં કરી શકે જ્યાં સુધી તે પોતે મદદ લેવા તૈયાર ન થાય; અને ત્યારબાદ પણ નબળાએ પોતે જ મજબૂત થવું પડે છે. તેને પોતાની મહેનતથી એ શક્તિ વિકસાવવી પડે છે જેને તે બીજામાં પ્રશંસા કરે છે. બીજો કોઈ તેની સ્થિતિ બદલી શકતો નથી.
લોકો સામાન્ય રીતે માને છે: “ઘણા ગુલામ છે કારણ કે એક શોષક છે; ચાલો, શોષકને ઘૃણા કરીએ.” હવે થોડાં લોકો આ વિચારને પલટી રહ્યાં છે: “એક શોષક છે કારણ કે ઘણા ગુલામ છે; ચાલો, ગુલામોને તિરસ્કાર કરીએ.”
હકીકત એ છે કે શોષક અને ગુલામ બંને અજ્ઞાનતામાં સહભાગી છે, તેઓ એકબીજાને ત્રાસ આપે છે એવું લાગે છે, પરંતુ વાસ્તવમાં પોતાને જ નુકસાન કરે છે. પૂર્ણ જ્ઞાન શોષક ની નબળાઈ અને અત્યાચારીની ખોટી શક્તિમાં બન્નેમાં નિયમની ક્રિયા જુએ છે; સંપૂર્ણ પ્રેમ બન્નેની પીડા જોઈને કોઈને દોષ આપતું નથી; સંપૂર્ણ કરુણા બન્નેને સ્વીકારી લે છે.
જે વ્યક્તિએ કમજોરીને જીત્યું છે અને સ્વાર્થભર્યા વિચારો દૂર કર્યા છે, તે ન તો શોષકનો છે ન તો શોષિતનો. તે મુક્ત છે.
માણસ માત્ર પોતાના વિચારો ઊંચા ઉઠાવીને જ ઊઠી શકે, જીતી શકે અને સિદ્ધ કરી શકે છે. અને તે નબળો, અયોગ્ય અને દુઃખી ફક્ત ત્યારે જ રહે છે જ્યારે તે વિચારોને ઊંચું ઉઠાવવાનું ઇન્કાર કરે છે.
સાંસારિક બાબતોમાં કંઈપણ સિદ્ધ કરવા પહેલાં માણસે પોતાના વિચારોને દાસ્ય અને ભોગવિલાસ જેવી વૃત્તિઓ ઉપરથી ઉંચા ઉઠાવવાનો પ્રયાસ કરવો પડશે. તે સંપૂર્ણ રીતે ભોગવિલાસ અને સ્વાર્થ છોડી શકતો ન હોય તો પણ તેનો એક ભાગ જરૂર ત્યાગવો પડે છે. જે માણસનો પ્રથમ વિચાર ભોગવિલાસ છે તે ન સ્પષ્ટ વિચારી શકે, ન તો આયોજન કરી શકે, ન તો પોતાની આંતરિક શક્તિઓ વિકસાવી શકશે. જેણે વિચારને પુરૂષાર્થથી નિયંત્રિત કરવાનું શરૂ જ નથી કર્યું તે બહારના કાર્યો અને ગંભીર જવાબદારીઓ માટે યોગ્ય નથી.
ત્યાગ વિના પ્રગતિ કે સિદ્ધિ શક્ય નથી, અને માણસની વિશ્વિક સફળતા એટલી જ મળશે જેટલો તે ગૂંચવાયેલા પ્રાણિભાવનો ત્યાગ કરશે અને પોતાની યોજનાઓના વિકાસ અને દૃઢનિશ્ચય પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને જેટલો ઊંચો વિચાર કરશે, એટલો જ તે મજબૂત, ન્યાયી અને સદ્દાચારી બનશે, અને તેની સિદ્ધિઓ એટલી જ વધુ સફળ અને ટકાઉ બનશે.
બ્રહ્માંડ લોભી, બેઇમાન અને દુષ્ટોને ક્યારેય પ્રોત્સાહિત કરતું નથી — ભલે સપાટીએ ક્યારેક એવું લાગે; તે સચ્ચાઈ, ઉદારતા અને સદાચારવાળાને મદદ કરે છે. યુગોના મહાન ગુરુઓએ આ વાત ભિન્ન રૂપે કહી છે અને એને જાણવાની સાબિતી માણસને પોતાના વિચારોને ઊંચા ઉઠાવી વધારે સદાચારવાન બનવાથી મળે છે.
બૌદ્ધિક સિદ્ધિઓ જ્ઞાન અથવા જીવન અને કુદરતમાં સુંદર અને સત્ય શોધવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોનું પરિણામ છે. આવી સિદ્ધિઓ ક્યારેક અહંકાર અથવા મહત્ત્વાકાંક્ષા સાથે જોડાયેલી હોઈ શકે છે, પરંતુ તે તેનું પરિણામ નથી; તે લાંબા અને કઠિન પ્રયત્નો તથા શુદ્ધ, નિઃસ્વાર્થી વિચારોનું સ્વાભાવિક પરિણામ છે.
આધ્યાત્મિક ઉપલબ્ધિઓ પવિત્ર આકાંક્ષાઓની પરિપૂર્ણતા છે. જે સતત ઉન્નત અને ઉદાર વિચારોમાં જીવતો રહે, જે શુદ્ધ અને નિઃસ્વાર્થી વિચારોમાં સતત જીવશે, તે સૂર્ય જેમ મધ્યાહ્ને પહોંચે છે તેમ જ્ઞાની અને મહાન ચરિત્રવાળો બનશે અને પ્રભાવ અને આશીર્વાદની સ્થિતિ સુધી પહોંચશે.
સિદ્ધિ, કોઈપણ પ્રકારની હોય, તે પ્રયત્નનું મસ્તક છે અને વિચારનું મણકું છે. આત્મ-નિયંત્રણ, દૃઢનિશ્ચય, શુદ્ધિ, સદ્દગુણ અને યોગ્ય વિચાર દ્વારા માણસ ઉંચે ચડી શકે છે; પ્રાણીવૃત્તિ, આળસ, અશુદ્ધિ અને વિચારોની ગૂંચથી માણસ નીચે પટકે છે.
માણસ વિશ્વમાં ઉચ્ચ સફળતા કે આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ જો અહંકાર, સ્વાર્થ અને ભ્રષ્ટ વિચારોને પ્રવેશ કરવા દે તો ફરીથી કમજોરી અને દુઃખમાં પડી શકે છે.
સાચા વિચારો દ્વારા મળેલી જીત ફક્ત જાગૃતિથી જ જાળવી શકાય છે. ઘણા લોકો સફળતા મળતાં જ બેદરકાર બને છે અને ઝડપથી પાછા નિષ્ફળતામાં પડી જાય છે.
બધી સિદ્ધિઓ — વ્યવસાયિક હોય, બુદ્ધિપ્રધાન હોય કે આધ્યાત્મિક — સ્પષ્ટ દિશામાં વળેલા વિચારનું પરિણામ છે. તે બધું એક જ કાયદા દ્વારા સંચાલિત છે અને એક જ રીતથી કાર્ય કરે છે; ફક્ત લક્ષ્યના હેતુ માં ફરક છે.
જે થોડું સિદ્ધ કરવું ઇચ્છે છે તેને થોડો ત્યાગ કરવો પડશે; જે ઘણું સિદ્ધ કરવું ઇચ્છે છે તેને ઘણો ત્યાગ કરવો પડશે; અને જે મહાન ઊંચાઈઓ સુધી પહોંચવા ઇચ્છે છે તેને મહાન ત્યાગ કરવો પડશે.
દૂરદર્શિતા અને આદર્શ#
સપના જોનારા લોકો દુનિયાના રક્ષક છે. જેમ દેખાતું જગત અદૃશ્ય પર આધારિત છે, તેમ માણસો પણ પોતાના સંઘર્ષો, પાપો અને કઠિન જીવન વચ્ચે એકલા સપનાની સુંદર દ્રષ્ટિથી પોષાય છે. માનવજાત પોતાના સપનાઓને ક્યારેય ભૂલી શકતી નથી; તે તેમના આદર્શોને મરવા દેતું નથી; તે તેમની અંદર જીવે છે; કારણ કે તેઓ જાણે છે કે તે વાસ્તવિક છે, જેને એક દિવસ તે જોઈ અને ઓળખી શકશે.
સંગીતકાર, શિલ્પકાર, ચિત્રકાર, કવિ, પ્રવક્તા, ઋષિ — આ બધાં જ ભવિષ્યના સર્જક અને સ્વર્ગના આર્કિટેક્ટ છે. વિશ્વ સુંદર છે કેમ કે તેઓ જીવ્યા; તેમના વિના મહેનતુ માનવજાત વિફળી પડે.
જે પોતાના હૃદયમાં સુંદર દ્રષ્ટિ અને ઊંચા આદર્શને સાચવે છે, તે એક દિવસ તેને સાકાર કરશે. કોલંબસે બીજા વિશ્વનું સ્વપ્ન જોયું અને તે શોધ્યું; કોપર્નિકસે અસંખ્ય વિશ્વો અને વિશાળ બ્રહ્માંડની દ્રષ્ટિ પોષી અને તે પ્રગટ કર્યું; બુદ્ધે નિર્મળ સુંદરતા અને પરિપૂર્ણ શાંતિના આધ્યાત્મિક વિશ્વની દ્રષ્ટિ જોઈ અને તેમાં પ્રવેશ કર્યો.
તમારી દ્રષ્ટિ સાચવો; તમારા આદર્શોને સાચવો; તમારા હૃદયમાં ઉઠતા સંગીતને સાચવો, તમારા મનમાં બનતી સુંદરતાને સાચવો, તમારા શુદ્ધ વિચારોને આવરતી મૃદુતા સાચવો, કારણ કે આમાંથી જ આનંદમય પરિસ્થિતિઓ અને સ્વર્ગીય વાતાવરણ ઉપજે છે. જો તમે તેમના પ્રતિ પ્રામાણિક રહેશો, તો તમારી દુનિયા અંતે એમાથી જ રચાશે.
ઇચ્છવું એટલે પ્રાપ્ત કરવું; આકાંક્ષા કરવી એટલે સિદ્ધિ કરવી. શું માણસની નીચ ઇચ્છાઓ પૂરેપૂરી સંતોષાય અને તેની શુદ્ધ આકાંક્ષાઓ ભૂખી મરી જાય? આવું ક્યારેય નથી થતું — આ કાનૂન નથી; કાનૂન તો છે: "માગો અને મેળવો."
ઊંચા સપના જુઓ, અને જેવા તમે સપના જુઓ તેવા તમે બનશો. તમારી દ્રષ્ટિ એ વચન છે કે તમે એક દિવસ શું બનશો; તમારો આદર્શ એ આગાહી છે કે અંતે તમે શું પ્રગટ કરશો.
દરેક મહાન સિદ્ધિ થોડા સમય પહેલા એક સ્વપ્ન જ હતી. વટનું ઝાડ બીજમાં સૂતું હોય છે; પક્ષી ઈંડામાં રાહ જુએ છે; અને આત્માની ઊંચી દ્રષ્ટિમાં એક દેવદૂત જાગે છે. સ્વપ્નો જ વાસ્તવિકતાના બીજ છે.
તમારી પરિસ્થિતિ અનુકૂળ ન હોઈ શકે, પરંતુ જો તમે એક આદર્શને ઓળખો અને તેની તરફ પ્રયાણ કરો, તો તે લાંબા સમય સુધી એવી નહીં રહે. તમે અંદરથી આગળ વધી શકો અને બહાર સ્થિર રહી શકતા નથી. અહીં એક યુવાન છે જે ગરીબી અને કામના ભાર હેઠળ દબાયેલો છે; લાંબા કલાકો સુધી અસ્વસ્થ કારખાનામાં બંધ, અજાણ અને શિક્ષણ વિના. પરંતુ તે વધુ સારા જીવનના સપના જુએ છે; તે બુદ્ધિ, સૌંદર્ય અને સંસ્કૃતિ વિશે વિચારે છે. તે માનસિક રીતે એક આદર્શ જીવનની રચના કરે છે; વિશાળ સ્વતંત્રતા અને વિસ્તૃત અવકાશની દ્રષ્ટિ તેને કબ્જે છે; અશાંતિ તેને ક્રિયાશીલ બનાવે છે, અને પોતાના મર્યાદિત સાધનો છતાં તે પોતાના છુપાયેલા બળોને વિકસાવવા માટે તેનો ઉપયોગ કરે છે. ટૂંક સમયમાં તેનું મન એટલું બદલાઈ જાય છે કે વર્કશોપ તેને રોકી શકતું નથી. તે તેના માટે એટલું અસંગત બની જાય છે કે તે તેને ફેંકાયેલા વસ્ત્રની જેમ છોડે છે. અને તક મળતાં જ તે ત્યાંથી હંમેશા માટે બહાર નીકળી જાય છે. વર્ષો પછી આપણે આ યુવાનને પરિપક્વ માણસ તરીકે જોઈએ છીએ એક એવો માણસ જે મનના બળોનો સ્વામી છે, જેને તે વૈશ્વિક પ્રભાવ અને શક્તિથી વાપરે છે. તેના શબ્દો પર પુરુષો અને સ્ત્રીઓ પોતાનું ચરિત્ર બદલે છે. તે સૂર્યની જેમ પ્રકાશિત કેન્દ્ર બની જાય છે, જેના આસપાસ અસંખ્ય ભાગ્ય ફરે છે. તેણે પોતાના યુવાનીની દ્રષ્ટિ સાકાર કરી છે — તે પોતાના આદર્શ સાથે એકરૂપ બની ગયો છે.
અને તમે પણ, યુવાન વાચક, તમારા હૃદયની દ્રષ્ટિ (ખાલી ઈચ્છા નહીં) સાકાર કરશો — ચાહે તે નીચી હોય કે ઊંચી, કે બન્નેનું મિશ્રણ — કારણ કે તમે હંમેશા તેની તરફ જશો જેને તમે ગુપ્ત રીતે સૌથી વધુ પ્રેમ કરો છો. તમારા હાથમાં તમારા પોતાના વિચારોનું એકદમ યોગ્ય પરિણામ મૂકવામાં આવશે; તમે જે કમાશો તે જ મેળવશો — ન વધારે, ન ઓછું. તમારી વર્તમાન પરિસ્થિતિ જેવી પણ હોય, તમે પડશો, રહેશો કે ઊઠશો તમારા વિચારો, તમારી દ્રષ્ટિ અને તમારા આદર્શ પ્રમાણે. તમે એટલા નાનાં બનશો જેટલા તમારા નિયંત્રિત ઇચ્છા(વાસનાઓ) હશે; અને એટલા મહાન જેટલા તમારા પ્રબળ આકાંક્ષા હશે. જેમ સ્ટાન્ટન કર્ખમ ડેવિસ કહે છે: “તમે કદાચ હિસાબ રાખી રહ્યા હો, અને અચાનક તમે એ દરવાજેથી બહાર નીકળશો જે તમને વર્ષોથી તમારા આદર્શો માટે અવરોધ લાગતો હતો, અને તમે પોતાને એક પ્રેક્ષક સમક્ષ જોશો — કલમ હજુ તમારા કાન પાછળ હશે, શાહીનો ડાઘ હજુ તમારી આંગળીઓ પર હશે — અને ત્યાં જ તમારા પ્રેરણાનો પ્રવાહ વહેશે. તમે કદાચ ભેંસો હંકારતા હશો, અને થોડા સમયમાં તમે ગુરુના સ્ટુડિયોમાં હશો, જ્યાંથી અંતે તે કહેશે, ‘હવે હું તમને શીખવવાનો નથી.’ અને હવે તમે જ ગુરુ બની ગયા છો, જે થોડા સમય પહેલાં ભેંસો હંકારતાં મહાન સપના જોતાં હતા. તમે આરા અને ઘસારો મૂકી દુનિયાની પુનર્જન્મની જવાબદારી લેશો.”
વિચાર વિના, અજાણ અને આળસુ લોકો ફક્ત બહારના પરિણામોને જોવે છે અને તેમને જ “નસીબ, ભાગ્ય, તક” કહે છે. કોઈ માણસને ધનિક બનતો જોઈને કહે છે: “કેટલો નસીબદાર છે!” બીજાને બુદ્ધિશાળી બનતો જોઈને કહે છે: “કેટલો સુભાગી છે!” બીજાના પવિત્ર ચરિત્ર અને પ્રભાવ જોઈને કહે છે: “દરેક વળાંકે તક તેની મદદ કરે છે!” તેઓ નથી જોતા તે સંઘર્ષો, નિષ્ફળતાઓ અને બલિદાનો જે આ લોકોએ સ્વેચ્છાએ કર્યા હતા અનુભવ મેળવવા માટે; તેઓ નથી જાણતા તે વિશ્વાસ અને નિર્ભીક પ્રયત્નો, જેના કારણે તેઓ અશક્ય લાગતા અવરોધો પર વિજય મેળવી શક્યા અને પોતાના હૃદયની દ્રષ્ટિને સાકાર કરી શક્યા. તેઓ ફક્ત પ્રકાશ અને આનંદ જોવે છે અને તેને “નસીબ” કહે છે; તેઓ ફક્ત સુખદ અંત જોવે છે અને તેને “સુભાગ્ય” કહે છે; તેઓ પ્રક્રિયા નથી સમજતા — ફક્ત પરિણામ જોવે છે અને તેને “તક” કહે છે.
દરેક માનવીય કાર્યમાં પ્રયત્ન હોય છે અને પરિણામ હોય છે. પ્રયત્નની તાકાત જેટલી, પરિણામ પણ એટલું. “તક” નામની કોઈ વસ્તુ નથી. સંપત્તિ, શક્તિ, બુદ્ધિપ્રધાન કે આધ્યાત્મિક સિદ્ધિઓ — આ બધું પ્રયત્નના ફળ છે; વિચારોનું પૂર્ણાંશ છે, સિદ્ધ લક્ષ્યો છે, સાકાર થયેલા સ્વપ્નો છે.
તમારી જે દ્રષ્ટિને તમે તમારા મનમાં મહિમા આપો છો, જે આદર્શને તમે તમારા હૃદયમાં સિંહાસન પર બેસાડો છો — એ જ પરથી તમારું જીવન રચાશે; તમે એ જ બની જશો.
શાંતિ#
મનની શાંતિ જ્ઞાનના સુંદર રત્નોમાંથી એક છે. તે આત્મ-નિયંત્રણના લાંબા અને ધીરજપૂર્વકના પ્રયત્નોનું પરિણામ છે. તેની હાજરી પરિપક્વ અનુભવ અને વિચારના નિયમો તથા કાર્યપ્રણાલીની અસામાન્ય સમજણનો સંકેત છે.
માણસ એટલો જ શાંત બને છે જેટલો તે પોતાને વિચારથી બનેલા અસ્તિત્વ તરીકે સમજવા માંડે છે; કારણ કે આવી સમજણ બીજાઓને પણ વિચારના પરિણામ તરીકે સમજવા પ્રેરિત કરે છે; અને જેમ જેમ તે સાચી સમજણ વિકસાવે છે અને કારણ-પરિણામના નિયમથી વસ્તુઓના આંતરિક સંબંધોને વધુ સ્પષ્ટપણે જોવાનું શીખે છે, તે તકલીફ, ચિંતા અને શોક છોડીને સ્થિર, મજબૂત અને શાંત રહે છે.
શાંત માણસ, જેને પોતાને શાસિત કરવું શીખી લીધું હોય તે બીજાઓ સાથે અનુકૂળ થવાનું પણ જાણે છે. લોકો તેની આધ્યાત્મિક શક્તિનો માન કરે છે અને અનુભવે છે કે તેની પાસેથી શીખી શકાય છે અને તેના પર ભરોસો રાખી શકાય છે. માણસ જેટલો વધુ શાંત બને છે, એટલી તેની સફળતા, તેનો પ્રભાવ અને સદાચાર માટેની શક્તિ વધે છે. અગાઉ સાદા વેપારમાં પણ, જેવો માણસ વધારે આત્મનિયંત્રણ અને સમતોલતા વિકસાવે છે, તેવો તેનો વ્યવસાય વધુ પ્રગતિ કરે છે — કારણ કે લોકો હંમેશા સમભાવળા અને દૃઢ સ્વભાવના મનુષ્ય સાથે જ વ્યવહાર કરવાનું પસંદ કરે છે.
દૃઢ, શાંત પુરુષ હંમેશા પ્રિય અને માનનીય હોય છે. તે તરસેલી ધરતીમાં છાંયો આપતાં વૃક્ષ સમો કે આંધીએ શરણ આપતી શિલા સમો હોય છે. "શાંત હૃદય, મૃદુ સ્વભાવ, સંતુલિત જીવન કોને ન ગમે? વરસાદ હોય કે ધુપ આ આશિર્વાદોને ધારણ કરનારાઓ હંમેશા શીતળ, શાંત, સ્થિર રહે છે. આદર્શ સ્વભાવનું અદભુત સંતુલન, જેને આપણે શાંતિ કહીએ છીએ, એ સંસ્કારનો અંતિમ પાઠ છે, આત્માનુ ફળ છે. તે જ્ઞાન જેટલું મૂલ્યવાન અને સોનાથી પણ વધુ ઇચ્છનીય છે. એક શાંત જીવનની સરખામણીએ માત્ર ધનની શોધ તેની સામે કેટલી નાની — એ જીવન જે સત્યના સમુદ્રમાં વસે છે, તરંગોની નીચે, તોફાનોની પહોંચની બહાર, શાશ્વત શાંતિમાં!”
"કેટલા લોકો છે કે જેઓ ગુસ્સાના જીવન બગાડે છે, મીઠાશ અને સુંદરતાને નષ્ટ કરે છે, જેઓ પોતાના ચરિત્રનું સંતુલન ખોય નાખે છે અને કડવાશ ફેલાવે છે! મોટાભાગના લોકો આત્મ-નિયંત્રણના અભાવથી પોતાનું જીવન બગાડે છે અને પોતાનું સુખ ગુમાવે છે. જીવનમાં કેટલાં ઓછા લોકો મળે છે જે સાચા અર્થમાં સંતુલિત હોય — જેઓ પાસે તે અદભૂત સમત્વ હોય, જે પૂર્ણ ચરિત્રનું ચિન્હ છે!"
હા, માનવજાત અનિયંત્રિત વાસનાઓથી ઉછળે છે, અશાસિત દુઃખોથી તોફાની બને છે, ચિંતા અને શંકાથી ધકેલાય છે. પરંતુ માત્ર જ્ઞાની માણસ — જેના વિચારો નિયંત્રિત અને શુદ્ધ થયેલા હોય — એ જ પોતાની આત્માના પવન અને આંધીઓને વશમાં રાખી શકે છે.
હે તોફાનથી હેરાન થયેલી આત્માઓ! તમે જ્યાં પણ હો, જેવી પણ પરિસ્થિતિમાં જીવો આ જાણો: જીવન-સમુદ્રમાં આનંદના ટાપુઓ હસી રહ્યા છે અને તમારા આદર્શનો સૂર્યપ્રકાશિત કિનારો તમારી રાહ જુએ છે. વિચારની હેલમ પર મક્કમ પકડ રાખો; તમારી નૌકામાં આજ્ઞાધિકારી માલિક આરામે શયન કરે છે — તેને જગાવો. આત્મ-નિયંત્રણ એ શક્તિ છે; યોગ્ય વિચાર પ્રભુત્વ છે; શાંતિ શક્તિ છે. તમારા હૃદયને કહો: "શાંત રહો!"